તપાસ:મીણસાર નદીમાં ન્હાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત થયું

રાણાવાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખી રાત શોધખોળના અંતે સવારે તેમની લાશ મળી

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે રહેતા એક 42 વર્ષીય આધેડ ગઇકાલે સાંજના સમયે મજૂરી કામ કરીને પરત ફરતી વખતે મીણસાર નદીમાં નાહવા ગયેલ હતા અને તેમનું આ નદીમાં ડૂબી જવાથી દુ:ખદ મોત નિપજયું હતું. આ આધેડની આખી રાત દરમિયાન શોધખોળ હાથ ધરતા છેક સવારે તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

આ દુ:ખદ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામેથી પસાર થતી મીણસાર નદીમાં ગઈકાલ સાંજના સમયે ઘનશ્યામભાઈ હરદાસભાઇ ગઢવી નામના 42 વર્ષીય આધેડ નાહવા ગયેલા હતા. આ આધેડ નહાતી વખતે તેમાં ડૂબી જતા તેમનું કરૂણ મોત નીપજેલ છે. આ ઘનશ્યામભાઈ વ્યવસાયે મજૂરી કામ કરતા હતા મજૂરી કામ કરી પરત ફરતા હોય તે વખતે નદીએ નાહીને ઘરે જવાના હતા પરંતુ ડૂબી જવાથી આખી રાત તેમની શોધખોળ કરવામાં આવેલ ત્યારે સવારના સમયે તેમનો મૃતદેહ રાણાકંડોરણાના મિણસાર નદીના ખૂણા ઉપરથી મળી આવેલ છે. તેથી આ લાશને પીએમ માટે રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આ અંગે આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...