દુર્ઘટના:પોરબંદરના રાણાવાવમાં ઓટો ગેરેજમાં આગ ભભુકી ઉઠી

રાણાવાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છતનો પંખો આગની લપેટથી નીચે પડ્યો, જાનહાનિ ટળી

રાણાવાવ ખાતે આવેલ ગ્રીનસિટી સામે એક ઓટો ગેરેજમાં આગ લાગી હતી અને આગની લપેટમાં આવી જતા છત પરનો પંખો પણ ઓગળી ને નીચે પડી ગયો હતો. ફાયર બ્રિગેડ ટીમે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવતા જાનહાની ટળી હતી.

રાણાવાવ ગ્રીનસીટીની સામે આવેલ જાનકી ઓટો ગેરેજમાં મોટરસાયકલ રીપેરીંગ કરતા અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેરેજમાં ગ્રાહકોના બાઈકો હતા જે આગની લપેટમાં આવી જતા ખાખ થઈ ગયા હતા. આગ એટલી ભયંકર લાગેલ કે છતમાં લગાવેલ પંખો ઓગળી અને નીચે પડી ગયો હતો.

આગ લાગતા રાણાવાવ પાલીકાના 2 ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ આગ ને કારણે આખું ગેરેજ ભસ્મીભૂત બની ગયું હતું. ફાયર બ્રિગેડ ટીમે અડધી કલાકની જેહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદનશીબે જાનહાનિ ટળી હતી. તસવીર-દિલીપભાઈ જોશી

અન્ય સમાચારો પણ છે...