પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણાની એક શાળામાં ભારતીય ચલણ તથા વિશ્વના 250 થી પણ વધારે દેશોનું ચલણ પ્રદર્શનમાં મુકાયું હતું. બાળકો અને વાલીઓ આ ચલણને જોઇને અભિભૂત થઇ ગયા હતા.
પે સે કુમારશાળા અને કન્યા શાળા રાણા કંડોરણા દ્વારા રાણાવાવ તાલુકામાં પ્રથમ વખત ભારતીય ચલણ તથા વિદેશી ચલણનું કરન્સી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. ડી. કણસાગરા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. અલ્તાફ સાહેબ, રાણાવાવ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પોપટભાઈ ખુંટી, BRC કૉ. ઓર્ડીનેટર રાણાભાઈ ખુંટી,કેળવણી નિરીક્ષક વિજયભાઈ ગલ તેમજ બ્રહ્માકુમારી નિમુબેન અને રાણાવાવ તાલુકા શિક્ષક ઘટક સંઘના મહામન્ત્રી અશોકભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા.
આ કરન્સી પ્રદર્શનમાં ત્રીજી સદીથી અત્યાર સુધીનું ભારતીય ચલણ (સિક્કાઓ તથા ચલણી નોટો) તથા વિશ્વના લગભગ 250 થી પણ વધારે દેશોનું ચલણ બાળકો તથા નાગરિકોએ નિહાળ્યું હતું. ઉપરાંત વાસ્તવિક સિક્કાઓ, ચલણી નોટો બાળકોએ પ્રત્યક્ષ જોઈ અનેરો અનુભવ કર્યો હતો.
આ પ્રદર્શન ન્યૂમિસમેસ્ટિક સંજય ભાઈ ટાંક દ્વારા નિ:શુલ્ક આયોજન કરેલ હતું. ઉપરાંત કુમાર અને કન્યા શાળાના સ્ટાફ અને બાળકો દ્વવારા 15*15 ફૂટ ની G20 થીમ પર રંગોળી પણ બનાવવામાં આવી હતી. જે આકર્ષણ નું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાછળ કુમાર અને કન્યા શાળાના શિક્ષકૉ અને બાળકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.