તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાણાવાવ પાસે બોલેરો- બાઇકની ટક્કર થતાં 60 વર્ષિય વૃદ્ધનું મોત

રાણાવાવ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી છૂટયો, પોલીસ ફરિયાદ

પોરબંદરના રાણાવાવ નજીક હાઈવે પર પેટ્રોલ પંપ પાસે મોટરસાયકલ અને બોલેરો ટકરાતા મોટર સાયકલ પર સવાર વેરાવળના ૬૦ વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. રાણાવાવ પાસેથી વેરાવળના મંગાભાઈ ધીરુભાઈ દેવીપૂજક ઉ.વ. 60 પોતાનું મોટર સાયકલ નંબર GJ32P6476 પર સવાર થઈને જઈ રહયા હતા ત્યારે તેમનું મોટરસાયકલ બોલેરો નંબર GJ11TT7256 સાથે અથડાતા મંગાભાઈને ગંભીર ઈજાઓ થવાથી તેમનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક નાસી છૂટયો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે મંગાભાઈની લાશને પી.એમ. માટે મોકલી બોલેરો ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...