તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આદિત્યાણામાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

રાણાવાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ 1,14,500નો મુદામાલ કબ્જે કર્યો

પોરબંદરના આદિત્યાણા ગામની દાદર સીમ વાડી વિસ્તારમાં જુગાર રમી રહેલા ૫ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ રૂ.૬૨,૫૦૦ સહિત રૂ.૧,૧૪,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આદિત્યાણામાં જુગાર રમી રહેલા કાંધા રણધીરભાઇ ખુંટી, વૈદે ઉર્ફે વિજય રાણાભાઇ ખુંટી, વનરાજ રાજાભાઇ ખુંટી, હરદાસ નાગાભાઇ ઓડેદરા તથા રામા નાથાભાઇ મોઢવાડીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પટ્ટમાં પડેલી રોકડ રૂ.૬૨,૫૦૦ તથા ૨ મોબાઇલ અને ૨ મોટરસાઇકલ મળીને કુલ રૂ. ૧,૧૪,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...