રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદર દ્વારા સંચાલિત યુવા ઉત્સવ આગામી દિવસોમા યોજાનાર છે. જેમા જિલ્લાના કલાકારો ભાગ લઇ શકશે. જેમાં 15 થી 29 વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ રહેશે.
તાલુકાકક્ષાએથી વકૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઈ, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય, ભજન, સમૂહગીત, એક પાત્રીય અભિનય આ તમામ સ્પર્ધા ઓનલાઈન થવાની હોય જેથી એન્ટ્રી ડીવીડી અથવા પેનડ્રાઇવથી મોકલવાની રહેશે.
ઉપરાંત સીધી જિલ્લાકક્ષાએથી લોક નૃત્ય, લોકગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ, ગીટાર, શાસ્ત્રીય નૃત્ય –ભરતનાટ્યમ, શાસ્ત્રીય-મણિપુરી, શાસ્ત્રીય નૃત્ય - ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય- કથ્થક, શાસ્ત્રીય નૃત્ય-કુચીપુડી, શીઘ્ર વકૃત્વ તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે.
યુવા ઉત્સવમાં ઓફલાઈન સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતેથી ફોર્મ મેળવી આધારકાર્ડની નકલ સાથે સામેલ રાખી તા.5 ઓગસ્ટ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે જમા કરાવાના રહેશે. તેમજ ઓનલાઈન સ્પર્ધામાં ભાગલેવા માટે ઉમેદવારોએ પોતાની કૃતિની વિડીયો કલીપ બનાવી નામ,સરનામું, તારીખ, સમય, વયગૃપનો ઉલ્લેખ કરવો ફરજીયાત છે.તા.5 ઓગસ્ટ સુધીમાં કચેરી ખાતે મોકલી આપવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.