દુર્ઘટના:નવાગામમાં ઇલેકટ્રીક શોક લાગતા યુવાનનું મોત

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરે જટકા મશીનમાં અડકી જતા શોક લાગ્યો
  • યુવાનના​​​​​​​ મોત અંગેની પોલીસને જાણ કરાઇ

પોરબંદર જિલ્લાના નવાગામ ગોસા વાડી વિસ્તારમાં ગઇકાલે સવારના સમયે એક યુવાન ખેતરના સેઢામાં રાખેલ જટકા મશીનમાં અકસ્માતે અડકી જતા આ યુવાનનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર નવાગામ ગોસા વાડી વિસ્તારમાં ગઇકાલે સવારના સમયે દેવરાજ દેવાભાઇ ઉલવા નામના 16 વર્ષીય યુવાન ખેતરમાં ઢોર માટે ઘાસચારો કાપતો હતો ત્યારે ખેતરના સેઢામાં રાખવામાં આવેલ જટકા મશીનના તારને અકસ્માતે અડકી જતા તેમને ઇલેકટ્રીક શોક લાગતા આ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ નવીબંદર પોલીસ સ્ટેશનના PSI એમ. એલ. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...