ક્રાઇમ:પોરબંદરમાં યુવાનના મોબાઇલ ફોનની તડફંચી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંક બહાર સ્લીપ ભરતા હતા ત્યારે ગઠીયો કળા કરી ગ્યો

પોરબંદર શહેરમાં એક યુવાન બેંકના કામ અર્થે બેંકની બહારના ઓટલે બેસીને સ્લીપ ભરતો હતો તે દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ તેના મોબાઇલ ફોનની તફચંડી કરી લઇ ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર શહેરના એસવીપી રોડ હરીશ ટોકીઝની પાછળ આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં ગત તા.૧૨-૦૯ ના રોજ લાખણશીભાઇ રામભાઇ મોઢવાડીયા નામના યુવાન બેંકના કામ સબબ આ બેંકશાખામાં આવ્યા હતા અને બેંકના બહારના ઓટલે બેસી પોતાની બાજુમાં મોબાઇલ ફોન મૂકીને બેંક-સ્લીપ ભરતા હતા તે દરમ્યાન ત્યાં ઓટલા પરથી કોઇ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને લાખણશીભાઇના મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી ચોરી કરી લઇ ગયો હતો, જે બાબતે પોલીસ ફરીયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી, વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...