લોકડાઉન:‘વંદે માતરમ્ મિશન’ અંતર્ગત પોરબંદરનો યુવાન વતન પહોંચ્યો, ફ્રાન્સથી યુવાનને ખાસ વિમાનમાં પોરબંદર લઇ આવ્યા

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રાન્સથી પોરબંદર પહોંચી યુવાને હાંશકારો અનુભવ્યો

કોરોના વાયરસના સંક્રમણ દરમ્યાન ફ્રાન્સમાં રહેલા પોરબંદરના એક યુવાનને ભારત સરકારે મોકલેલા ખાસ વિમાનમાં પોરબંદર લઇ આવતા આ યુવાને હાસકારો અનુભવ્યો હતો. મુળ પોરબંદરના અને કોરોના વાયરસના સંક્રમણ દરમ્યાન ફ્રાન્સ ગયેલા હિતેષભાઇ જોગીયા  ફ્રાન્સમાં હતા ત્યારે પરિસ્થિતી વિકટ બની ગઇ હતી. તેમને આ વિકટ પરિસ્થિતીમાં વતન પોરબંદર પોતાના પરીવારજનો પાસે આવવું હતુ, પરંતુ ફ્રાન્સથી પોરબંદર કેવી રીતે આવવું તે તેમના માટે મહામુશ્કેલી બની ગઇ હતી.

જેના લીધે તેઓ ખૂબ જ પરેશાન થઇ ગયા હતા, દરમ્યાનમાં ભારત સરકારે ‘વંદે માતરમ્  મિશન’ અંતર્ગત  ફ્રાન્સમાં રહેલા ભારતીયોને વતન પરત ફરવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરી દેતા, હિતેષભાઇ આ વિમાન મારફતે પોરબંદર પહોંચી આવ્યા હતા અને તેમને પરીવારજનો સાથે મળ્યા બાદ હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણમાં વિશ્વના મોટાભાગના દેશો આવી ગયા છે ત્યારે આવા દેશોમાં સંક્રમણ દરમ્યાન ફસાઇ ગયેલા ભારતીયોને પરત દેશમાં લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાનો મોકલી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...