પોરબંદરમાં કમલાબાગ સર્કલથી સત્યનારાયણ તરફ જતા રસ્તા પર બે મોટરસાયકલ અથડાતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા અને સુતારીકામ કરતા પીયુષકુમાર બીપીનભાઇ રાવલીયા નામનો યુવાન ગઇકાલે સવારના સમયે મોટરસાયકલનો સામાન લઇને પોતાના મોટરસાયકલ નંબર GJ-25-R-6752 પર જતા હતા ત્યારે કમલાબાગ તરફથી એક મોટરસાયકલ ચાલક રોંગ સાઇડમાં આવીને પીયુષકુમારના મોટરસાયકલ સાથે અથડાવી દેતા તેમને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.
આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના પી. ડી. સરવૈયાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.