આયોજન:પોરબંદર શહેરમાં 15 જૂને યોગોત્સવ -2022 યોજાશે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્ધદિવસીય કાર્યક્રમ બે ભાગમાં યોજાશે

આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે, આયુષ મંત્રાલય, ભારત સરકારની પ્રેરિત, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર દ્વારા મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગ, નવી દિલ્હીના સહયોગથી તથા જીલ્લા વહીવટી તંત્રની સહાયથી 8 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 100 દિવસની ગણનાના અભિયાન અંતર્ગત, 'સામાજિક સુખાકારી માટે યોગ' વિષય આધારિત 95 મો યોગોત્સવ પોરબંદર મુકામે તારીખ 15 મી જૂન 2022ના રોજ કીર્તિ મંદિર અને આર્ય કન્યા ગુરુકુલ પરિસરમાં યોજાનાર છે.

અર્ધદિવસીય આ કાર્યક્રમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ પ્રાયોગિક સત્ર સવારે 7 થી 8 વાગ્યા સુધી કિર્તિ મંદિર-પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે યોજાશે, જેમાં પ્રેરણાત્મક ઉદબોધન અને સામાન્ય યોગ પ્રોટોકોલ અભ્યાસનો સમાવેશ કરવામાં આવેલ છે. કાર્યક્રમનું દ્વિતીય ક્ષત્ર જ્ઞાન સત્ર રહેશે. જે આર્ય કન્યા ગુરુકુળમાં વિશેષ આમંત્રિત મહેમાનો તથા આર્ય કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનીઓ માટે સવારે 9.30 વાગ્યાથી આયોજીત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...