યોગ પ્રિશિક્ષણ:પોરબંદરમાં કોસ્ટગાર્ડ જહાજમાં કેતન કોટિયાના માર્ગદર્શનમાં યોગ પ્રિશિક્ષણનુ આયોજન કરાયું

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસના સ્વરૂપમાં સમસ્ત વિશ્વને એક સુંદર ઉપહાર આપ્યો છે

21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વધુને વધુ લોકો યોગ તરફ વળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે પોરબંદરમાં કોસ્ટગાર્ડ જહાજમાં યોગ પ્રિશિક્ષણનુ આયોજન કરાયું હતું.

આઝાદીના અમૃત મહોત્સવને વિશેષ બનાવવા તથા સ્વસ્થ જીવન માટે યોગાભ્યાસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પોરબંદર કોસ્ટગાર્ડ જહાજનામાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ નીષ્ણાત કેતન કોટિયાના માર્ગદર્શનમાં યોગ પ્રિશિક્ષણનુ આયોજન કરાયું હતું.

માર્શલ આર્ટ્સ, ફિટનેસ પ્રત્યે સમર્પિત પ્રશિક્ષક મહેશ મોતીવરસ અને સુનિલ ડાકી દ્વારા યોગા પ્રોટોકોલને ધ્યાનમાં રાખી ખુબજ સુંદર રીતે જહાજ અધિકારીઓ અને નાવિકો માટે યોગ કક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...