તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઇ પ્રદુષણ અંગે વર્કશોપ, મોકડ્રીલ યોજાઇ

પોરબંદર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કસ્ટમ, વન વિભાગ તથા જીએમબીના કર્મચારીઓ તેમજ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના અધિકારીઓ જોડાયા : જવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા

કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર જિલ્લામાં બે દિવસીય પ્રદુષણ પ્રતિષાદ વર્કશોપ અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત તેલ પ્રદુષણની ઘટનાઓ અટકાવવા કોસ્ટગાર્ડ દ્વારા જે પધ્ધતિથી કામ કરવામાં આવે છે તે અંગે વર્કશોપ અને મોકડ્રીલના માધ્યમથી જવાનોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા.

પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર નં.-૧ દ્વારા રાષ્ટ્રીય ઓઇલ સ્પીલ ડિઝાસ્ટર આકસ્મિક યોજના અંતર્ગત ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ પોરબંદરમાં તેલ પ્રદુષણની ઘટનાઓને અટકાવવા એક વર્કશોપ અને મોકડ્રીલનું આયોજન કરાયુ હતુ, જેમાં કસ્ટમ, વન વિભાગ તથા જીએમબી ના કર્મચારીઓ તેમજ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના અધિકારીઓ જોડાયા હતા.

બે તબક્કાઓમાં યોજાયેલ આ મોકડ્રીલ અને વર્કશોપ દરમ્યાન પ્રથમ તબક્કામાં ટેબલ-ટોપ એકસરસાઇઝ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી, જેમાં તેલના સ્પીલ ઉપકરણોનું પ્રાયોગિક નિદર્શન કરાયુ હતુ તેમજ વિવિધ પ્રવચનો અને પ્રસ્તુતિઓ યોજવામાં આવી હતી. તે ઉપરાંત ૭૦૦ ટનનું ટીઅર-વન છલકાતુ હોય અને આ ટીઅર-વનનું તેલ દરીયામાં ફેલાતુ હોય તેવી મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલ દરમ્યાન બંદર સુવિધા, જીલ્લા વહીવટ સહિતના એકમોની આકસ્મિકતા અંગેની સજાગતા જોવામાં આવી હતી.

જ્યારે બીજા તબક્કા દરમ્યાન ભારતીય કોસ્ટગાર્ડની શીપ ‘સમુદ્ર પાવકે’ આવા વખતે તેને કરવાની થતી કામગીરીનું નિદર્શન કર્યુ હતુ, જેમાં ઓશન/રીવરબુમ્સ, સાઇડ સ્વિપીંગ આર્મસ, સ્કીમર અને સ્પીલ સ્પ્રે આર્મ અંગેનું નિદર્શન કરાયુ હતુ. તેમજ જહાજમાં તેલ સ્પીલીંગના નિયંત્રણ, પુન: પ્રાપ્તિ અને સ્ટોરેજમાં તેની ક્ષમતાનું નિદર્શન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો