તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પોરબંદરના શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલની કૃતિ પસંદગી પામી

બગવદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડની સ્થિતિમાં શિક્ષણમાં સંખ્યાત્મક અને ગુણાત્મક વિકાસ અંતર્ગત પ્રોજેક્ટને ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું

પોરબંદર જિલ્લામાં આ વર્ષે કોવિડની પરિસ્થિતિને કારણે આ આયોજન વર્ચ્યુઅલ ઓનલાઇન માધ્યમ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરવામાં આવ્યુ હતું. સૌપ્રથમ 24 ડિસેમ્બરે તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો હતો જેમા 32 જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો. ત્યારબાદ એમાંથી પસંદગી પામેલ 12 શિક્ષકો માટે નો જિલ્લાકક્ષાનો ઇનોવેશન ફેર 12 જાન્યુઆરીના રોજ યોજાયૌ હતો. તેમાં પોરબંદર જિલ્લાની એકમાત્ર માધ્યમિક શાળા શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ ની કૃતિ રાજ્યકક્ષા માટે પસંદગી પામી છે.

હાલની કોવિડ-19 ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉન ના સમયથી આજ તારીખ સુધી જ્યારે બાળકો પ્રત્યક્ષ શાળાએ આવી શકતા ન હતા ત્યારે ગુજરાત સરકારે બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે જુદા જુદા માધ્યમોથી બાળકોને અભ્યાસ સાથે અનુબંધિત રાખ્યા હતા. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય કક્ષાએ બાળકો તેમજ વાલીઓમાં આ બાબતે જાગૃતિ આવે, બાળકો એકમ કસોટી સમયસર આપતા થાય, બાળકોને માઈક્રોસોફ્ટ ટીમમાં જોડાવામાં થતી મુશ્કેલી દૂર થાય તેમજ બાળકો અને વાલીઓ શાળા દ્વારા થતી શૈક્ષણિક પ્રવૃતિઓમાં વધુમાં વધુ ભાગીદારી કરે અને બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય એ માટે શારદા વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા સીમરના શાળા પરિવાર દ્વારા 'સહિયારા પ્રયાસથી શિક્ષણમાં સંખ્યાત્મક અને ગુણાત્મક વિકાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ કૃતિ શાળાના આચાર્ય ધવલભાઇ ડી. ખૂંટી દ્વારા જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેર માં રજૂ કરવામાં આવી. આ કૃતિ રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામી છે. રાજ્ય કક્ષાએ પોરબંદર જિલ્લાના માધ્યમિક શાળાનું પ્રતિનિધિત્વ કરશે. હવે આ કૃતિ તારીખ 8 અને 9 નાં રોજ ગ્રીન ફાર્મ સ્કૂલ , ત્રંબા ,રાજકોટ મુકામે રાજ્ય કક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવારને જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાચાર્ય ડાયેટ પોરબંદર, ટ્રસ્ટના પ્રમુખ તેમજ અન્ય ટ્રસ્ટીગણ ,ગામના સરપંચ, વાલીગણ અને ગ્રામજનોએ ખૂબ શુભકામના પાઠવી છે. } ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...