માંગ:ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી બંધ થતાં કામદારોએ રામધૂન બોલાવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રો મટિરિયલ અંગે સરકાર યોગ્ય કરે, ફેકટરી ચાલુ કરવા કામદારોએ માંગ કરી

પોરબંદરની ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી રો મટિરિયલના અભાવે બંધ થતાં કામદારોએ રામધૂન બોલી, રો મટિરિયલ્સ અંગે સરકાર યોગ્ય કરે તેમ કહી ફેકટરી ચાલુ કરવા કામદારોએ માંગ કરી છે. પોરબંદરમાં ગઈકાલે ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી બંધ કરી દેવામાં આવી છે. રો મટિરિયલ્સના અભાવે આ ફેકટરી બંધ કરી દેવામાં આવતા ફેકટરીના કામદારો ફેકટરી બહાર એકઠા થયા હતા અને બહાર પટાંગણમાં બેસી રામધૂન બોલી હતી. કામદારોએ જણાવ્યું હતું કે આ ફેકટરીથી 800 જેટલા પરિવારોની રોજીરોટી ચાલતી હતી તેમજ અન્ય ટ્રાન્સપોર્ટને લગતા અનેક લોકોની રોજીરોટી જોડાયેલ હતી.

રો મટિરિયલ્સના કારણે ફેકટરી બંધ થતાં આવા કામદારો બેરોજગાર બન્યા છે.દિવાળીના તહેવાર વખતે જ બોનસ ને બદલે ફેકટરીમાં તાળા લાગતા કામદારોની વ્યથા વધી છે. સરકાર દ્વારા ફેકટરીમાં રો મટિરિયલ્સની યોગ્ય વ્યવસ્થા કરી આ ફેકટરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...