સમસ્યા:માધવપુર ગામમાં 12 વર્ષથી 2 કિમીની કેનાલનું કામ અધૂરૂં

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલનું કામ અધવચ્ચે છોડી દેવાથી ખેડૂતો સિંચાઇના લાભથી વંચિત
  • તંત્ર દ્વારા તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આવેલી એક કેનાલમાં માત્ર 2 કિલો મીટરની કેનાલનું કામ બાકી હતું ત્યારે તંત્રએ આ કામ અધવચ્ચેથી છોડી દેતા ખેડૂત અને સિંચાઇનો લાભ મળતો નથી.માંગરોળ થી મૂળ માધવપુર સુધીની કેનાલનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ કેનાલનું કામ માત્ર 2 કિલોમીટરનું અંતર વચ્ચેથી છોડી દેવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી અટકેલા આ કામને લીધે ખેડૂતો નહીં સિંચાઈનો લાભ મળતો નથી.

ગ્રામ પંચાયતથી લઈ અને સિંચાઇ વિભાગ સુધી રજૂઆતો કરી છે છતાં કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. સરકારી ચોપડે આ કેનાલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી આશંકા પણ સ્થાનિક ખેડૂતોએ વ્યક્ત કરી છે. કેનાલનું કામ અધૂરું રહેતા મુળ માધવપુરના ખેડૂતોના તળાવના પાણી ખારા થઈ ગયા છે. તંત્ર દ્વારા બાકી રહેતું કેનાલનું 2 કિલોમીટરનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ખેડૂતોએ કરી છે. કેનાલનું કામ પૂર્ણ થઇ જશે તો આસપાસના વિસ્તારનાં ખેડૂતોને સિંચાઇની સમસ્યા દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...