કામ નબળું:મહિયારીથી અમીપુર વચ્ચે ક્રોસ કેનાલનું કામ નબળું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાં ફસાયેલો ટ્રક 2 કલાકની જહેમત બાદ બહાર નિકળ્યો

પોરબંદર જિલ્લાના મહિયારીથી અમીપુર વચ્ચે ક્રોસ કેનાલના નબળા કામનો આક્ષેપ કરાયો છે. કેનાલ તૂટી જતા કોંગ્રેસના અગ્રણીઓએ બે કલાકમાં સમારકામ કરાવી ફસાયેલ ટ્રકને જેસીબી મશીનની મદદથી બહાર કઢાયો છે. પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં આવેલ ઘેડ વિસ્તારના મહિયારીથી અમીપુર વચ્ચે ક્રોસ કેનાલનું કામ નબળી ગુણવત્તા વાળું કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

આ ક્રોસ કેનાલનું કામ થોડા દિવસો પહેલા જ પૂરું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીંથી ટ્રક પસાર થતાં આ ટ્રક ખૂપી ગયો હતો. જેને જેસીબી મશીનરીની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે કેનાલનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામ નબળું થયું હોવાનું જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા એ જણાવ્યું છે. અને તેઓએ કોંગ્રેસના આગેવાનો સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું છે. આ અંગે નાથાભાઈ ઓડેદરાએ જવાબદાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરી વહેલીતકે યોગ્ય કરવા માંગ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...