તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પક્ષીઓની સુવિધા અને સલામતી માટે અભ્યારણ્યમાં કામગીરી હાથ ધરાઈ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેવલિંગ કામ, ફેન્સિંગ તથા માઉન્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવશે

પોરબંદરના પક્ષીઅભ્યારણ્ય ખાતે પક્ષીઓની સુવિધા અને સલામતી માટે કામગીરી હાથ ધરાવામાં આવી છે જેમાં લેવલિંગ કામ, ફેન્સિંગ તથા માઉન્ટ પર વૃક્ષારોપણ થશે. પોરબંદરના હ્ર્દયસમાં વિસ્તારમાં પક્ષીઅભ્યારણ્ય આવેલ છે. આ પક્ષી અભયારણ્ય 9.33 હેકટરમાં ફેલાયેલું છે. સુરખાબી નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં અસંખ્ય ફ્લેમિંગો પક્ષી આવે છે. અગાવ પક્ષી અભયારણ્ય ખાતે ગટરના પાણી ભરાવાની સમસ્યા હતી જે સમસ્યાનું નિરાકરણ આવતા હાલ પક્ષી અભયારણ્ય ખાતે પાણી સુકાયું છે.

જેથી વનવિભાગ તંત્ર દ્વારા પક્ષી માટેની સુવિધા અને સલામતીને ધ્યાને લઇ લેવલિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઊંચું નીચું લેવલિંગ સમતલ કરવામાં આવશે. આ અભયારણ્ય ખાતે પાણીના તળ રિચાર્જ થાય છે. જેથી લેવલિંગ થતા પક્ષીઓને અનુકૂળ પાણી મળી રહેશે. ઝાડી ઝાંખરાઓને દૂર કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, ફેન્સિંગ ન હોવાના કારણે રખડતા પશુઓ અંદર આવી જતા હોય છે. અને ઈંજાગ્રસ્ત થયેલ પક્ષીઓને શ્વાન નુકશાન પહોંચાડી શકે છે જેથી અભયારણ્ય ફરતે ફેન્સિંગ મુકવામાં આવશે.

જેથી અભ્યારણ્યમાં અન્ય કોઈ પેશકદમી કરી શકશે નહીં અને શ્વાન સહિતના ઢોર અંદર આવી શકશે નહીં. ઉપરાંત અભયારણ્ય વચ્ચે માઉન્ટ બનાવેલા છે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે જેથી પક્ષીઓ અહીં માળા બનાવી શકશે. આમ પક્ષીઓની સુવિધા અને સલામતીને ધ્યાને રાખી વનવિભાગ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...