ચોરી:પોરબંદરની સ્કૂલમાં મહિલા તસ્કરો ત્રાટકી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડના પાઇપ, વાકીયા સહિત સામાનની ચોરી

પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયના સ્કૂલ પરિસરમાં મહિલા તસ્કરો ત્રાટકી હતી અને લોખંડના પાઇપ, વાકીયા સહિત રૂ. 31 હજારના સામાનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરના જવાહર નવોદય વિદ્યાલયના સ્કૂલના પરિસરમાં ધરમપુરના પાટિયા પાસે આવેલ ચારણના દંગામા રહેતી અમુક મહિલાઓ દીવાલ ઠેકી સ્કૂલના પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને સ્કૂલના પરિસરમાં જુની અરાવલી બોયઝ હોસ્ટેલની બાજુમાં રાખેલ રીનોવેશનનો સામાન જેમાં વિવિધ સાઈઝના લોખંડના પાઇપ, અલગ અલગ પ્રકારના લોખંડના વાકીયા સહિત કુલ રૂ. 31,600ના સામાનની ચોરી કરી લઈ ગયા અંગેની આ વિદ્યાલયના આચાર્ય રામેશ્વરલાલ માંગીલાલ કુમાવતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલાઓ સામે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...