તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેપ્યુટી ડીડીઓની કાર્યવાહી:વિકાસ કામોમાં અનિયમિતતા બદલ કુણવદરના મહિલા સરપંચ સસ્પેન્ડ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજુર થયેલ કામને બદલે અન્ય કામ કરાવતા ડેપ્યુટી ડીડીઓની કાર્યવાહી

વિકાસના કામોમાં અનિયમિતતા બદલ કુણવદરના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે. મંજુર થયેલ કામને બદલે મહિલા સરપંચે અન્ય કામ કરાવતા ડેપ્યુટી ડીડીઓએ એક્શન લીધા છે.

પોરબંદર તાલુકાના કુણવદર ગામના મહિલા સરપંચ મણીબેન રાજુભાઇ કારાવદરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડેપ્યુટી ડીડીઓ હરેશભાઇ કડેચાએ જણાવ્યું હતું કે આ મહિલા સરપંચ દ્વારા વિકાસના કામોમાં અનિયમિતતા દાખવી હતી. ડેપ્યુટી ડીડીઓએ જણાવ્યું હતું કે કુણવદર ગામમાં કોઝ વે નું કામ મંજુર થયું હતું જેને બદલે આ મહિલા સરપંચે સીસી રોડ બનાવી નાખ્યો હતો અને જે સ્થળ મંજુર થયું હતું તેને બદલે અન્ય સ્થળે કામ કરાવી નાખ્યું હતું. સીમશાળા નજીક કોઝવે નું કામ કરવાનું હતું તે કર્યું ન હતું અને અન્ય જગ્યા બતાવી દેવામાં આવી હતી. આ અંગે મહિલા સરપંચ મણીબેનને નોટિસ પણ આપવામાં આવી હતી અને નોટિશના જવાબમાં સંતોષકારક જવાબ ન હોવાનું અધિકારીને જણાયું હતું.

મહિલા સરપંચને રૂબરૂ બોલાવ્યા હતા તેવું પણ જાણવા મળે છે અને કોરોના સમયમાં મહિલા સરપંચે તેના પ્રતિનિધિને મોકલ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આમ કુણવદરના મહિલા સરપંચ દ્વારા અનિયમિતતા દાખવતા ડેપ્યુટી ડીડીઓએ તેને સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...