પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ:પોરબંદરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા મહિલાઓએ સંમતિ દર્શાવી, બહેનોને પેમ્પલેટ વિતરણ કરી સમજણ અપાઈ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પેમ્પલેટ આપી સમજણ અપાઈ

ભારત સરકાર દ્વારા તા. 1 જુલાઈથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે પ્લાસ્ટિકની 19 પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકી તેની કડક અમલવારી કરવા માટે કટીબદ્ધ છે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રતિબંધિત કરેલ પ્રોડક્ટમાં પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકના કપ/ચમચી, પ્લાસ્ટિકના ઝંડા, સ્ટ્રો, ચમચી, ચપ્પુ, કેન્ડી સ્ટિક, પ્લાસ્ટિક સ્ટિકવાળા ઈયરબડ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવેલી છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય વિસ્તારની બહેનોને જાગૃતિ માટે પેમ્પલેટ વિતરણ કરાયા હતા.

સ્ટિકનો ઉપયોગ વધવાના કારણે પર્યાવરણ સંતુલન જોખમાયું
પોરબંદર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે પેમ્પલેટ વિતરણ કરી સમજણ આપવામાં આવી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગના કારણે જીવ સૃષ્ટ્રી અને પર્યાવરણ પર તેની સીધી ખરાબ અસર થાય છે. દિન-પ્રતિદિન પ્લાસ્ટિકનો ઉપયોગ વધવાના કારણે પર્યાવરણ સંતુલન જોખમાયું છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે મહિલાઓએ સંમતિ દર્શાવી
​​​​​​​ગ્રામ્યકક્ષાની બહેનોએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવેલો છે, તે આવકાર્ય નિર્ણય છે. આ નિર્ણય દેશના પર્યાવરણ માટે સફળ સાબિત થશે. મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે,અમારા રોજીંદા જીવનમાં સરકાર દ્વારા બંધ કરવામાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યવારણના જતનમાં સહભાગી થશું. ઉપરાંત રોજબરોજ બજારમાં ખરીદી માટે પ્લાસ્ટીકની થેલી નહિ. પરંતુ કાપડની થેલીનો હંમેશા માટે ઉપયોગ કરીશું. તેમજ અન્ય મહિલાઓને પણ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરી કાપડનો થેલીનો ઉપયોગ કરવા માટે સમજણ આપીશું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે મહિલાઓએ સંમતિ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...