જુબાનીમાં ખોટો પુરાવો:અદાલતમાં મહિલાએ ખોટું સોગંદનામુ રજૂ કર્યું, ફેમીલી કોર્ટના સુપ્રિટેન્ડન્ટે પોલીસમાં ફરિયાદ કરી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુ જૂન બનતા કિસ્સાઓમાં નો એક કિસ્સો

પોરબંદરની એક મહિલાએ અદાલતમાં પુરાવાનું ખોટું સોગંદનામું આપતા તેની સામે ફેમીલી કોર્ટના સુપ્રિટેન્ડન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે. બહુ જૂજ બનતા કિસ્સાઓમાંના એક કિસ્સા સમાન પોરબંદરના કડિયા પ્લોટના વણકરવાસમાં રહેતી જાગૃતિબેન પીયુષભાઇ શિંગરખીયા નામની મહિલા સામે પોરબંદરની ફેમીલી કોર્ટના સુપ્રિટેન્ડન્ટ આર. એમ. પાનસુરીયાએ ફરિયાદ નોંધાવી છે.

આ મહિલાએ પોરબંદરના નામદાર પ્રિન્સીપાલ ફેમીલી જજ સાહેબ સમક્ષ ફેમીલી કોર્ટ પોરબંદરની અદાલતમાં સોગંદનામામાં ખોટો પુરાવો તથા જુબાનીમાં ખોટો પુરાવો આપીને ગુન્હો કરેલ છે તેવી ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા વધુ તપાસ હે.કો. પી. ડી. સરવૈયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...