ક્રાઇમ:પોરબંદરમાં મચ્છી લેવા બાબતે મહિલા પર હુમલો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 શખ્સ તથા 2 મહિલા સામે પોલીસમાં ફરિયાદ
  • તું અમારા ગ્રાહકને તારી પાસે મચ્છી લેવા શું કામ કહે છે ?

પોરબંદરમાં મચ્છી લેવા બાબતે મહિલા પર હુમલો થયો હતો. જેમાં 1 શખ્સ તથા 2 મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા આશાબેન જીતેન્દ્રભાઇ જુંગીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 05-06-2022 ના રોજ સવારના સમયે તેઓ જયારે ખારવાવાડ મચ્છી માર્કેટમાં નવાપાડા વિસ્તારમાં મચ્છી વેંચતા હતા ત્યારે અજયભાઇ, ભાવિકાબેન તથા જશુબેન ત્યાં આવીને કહ્યું હતું કે તું અમારા ઘરાકને તારી પાસેથી મચ્છી લેવા માટે શું કામ કહે છે ? તેમ કહીને ભુંડી ગાળો કાઢી હતી અને અજયભાઇએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેના કપડા ફાડી નાખ્યા હતા.

આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના એમ. બી. કારાવદરાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...