કાર્યવાહી:લાંચ કેસમાં મહિલા એએસઆઇના રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મિયાણી ચેક પોસ્ટ પર રૂપિયાના ઉધરાણા થતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ એસીબી ટીમે છટકું ગોઠવતા મહિલા એએસઆઈ રૂ. 500ની લાંચ લેતા ઝડપાઇ જતા કોર્ટે રવિવાર બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા છે.

​​​​​​​જૂનાગઢ એસીબી ટીમને મળેલ બાતમીના આધારે ટીમ પોરબંદર આવી હતી અને મિયાણી ચેક પોસ્ટ ખાતે છટકું ગોઠવ્યું હતું જેમાં મિયાણી ચેક પોસ્ટ પર મિયાણી મરીન પોલીસ મથકના મહિલા એએસઆઈ રૂડીબેન નથુભાઈ ઓડેદરાએ એક ટ્રકને રોકાવી ટ્રકને પસાર થવા માટે લાંચ માંગી હતી જેથી ટ્રક ચાલકે રૂ. 500ની નોટ આપતા આ મહિલા એએસઆઈને લાંચ લેતા જૂનાગઢ એસીબી ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા.

અને વધુ કાર્યવાહી માટે પોરબંદર એસીબીને સોંપવામાં આવી હતી. જેમાં આ મહિલા એએસઆઈને 5 દિવસના રિમાન્ડ સાથે શુક્રવારે શાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રવિવારે બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ દરમ્યાન કોની સંડોવણી હતી કે આ પ્રકરણ બાબતે હજુસુધી અધિકારી દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. રિમાન્ડ પૂર્ણ થતાં આ મહિલા એએસઆઈ રૂડીબેન નથુભાઈ ઓડેદરાને જૂનાગઢ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...