મિયાણી ચેક પોસ્ટ પર રૂપિયાના ઉધરાણા થતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ એસીબી ટીમે છટકું ગોઠવતા મહિલા એએસઆઈ રૂ. 500ની લાંચ લેતા ઝડપાઇ જતા તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રવિવાર બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
જૂનાગઢ એસીબી ટીમને મળેલ બાતમીના આધારે ટીમ પોરબંદર આવી હતી અને મિયાણી ચેક પોસ્ટ ખાતે છટકું ગોઠવ્યું હતું જેમાં મિયાણી ચેક પોસ્ટ પર મિયાણી મરીન પોલીસ મથકના મહિલા એએસઆઈ રૂડીબેન નથુભાઈ ઓડેદરાએ એક ટ્રકને રોકાવી ટ્રકને પસાર થવા માટે આ મહિલા એએસઆઈએ લાંચ માંગી હતી જેથી ટ્રક ચાલકે રૂ. 500ની નોટ મહિલા એએસઆઈને આપતા આ મહિલા એએસઆઈને લાંચ લેતા જૂનાગઢ એસીબી ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. અને વધુ કાર્યવાહી માટે પોરબંદર એસીબીને સોંપવામાં આવી હતી.
જેમાં આ મહિલા એએસઆઈને 5 દિવસના રિમાન્ડ સાથે શુક્રવારે શાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રવિવારે બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. લાંચની રકમમા કોઈ અધિકારી સંડોવાયેલ છેકે કેમ તેમજ કેટલા સમયથી કોના કહેવાથી ઉધરાણા થતા હતા તે સહિતની તટસ્થ પૂરછપરછ થાય તો અનેક ચોંકાવનારી હકીકતો રિમાન્ડ દરમ્યાન બહાર આવી શકે છે. મહિલા એએસઆઈના રિમાન્ડ મંજુર થતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.