એલસી માટે હેરાનગતિ:ખાનગી શાળાઓમાં ફી વધારો પાછો ખેંચો : NSUIની રજૂઆત

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને એલસી માટે હેરાનગતિ થાય છે, શિક્ષણ અધિકારીએ યોગ્ય કરવા ખાતરી આપી

પોરબંદરની ખાનગી શાળાઓમાં ફી વધારો પાછો ખેંચવા તેમજ વાલીઓને એલસી માટે હેરાનગતિ ન થાય તે અંગે જિલ્લા NSUI દ્વારા શિક્ષણ અધિકારીને રજુઆત કરાઈ છે. હાલ શાળામાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને ઓનલાઇન શિક્ષણ આપવાનુ પણ શરૂ થઇ ચુકયુ છે, આ કોરોનાની મહામારી વચ્ચે મોટા ભાગની શાળાઓએ પોતાની ફી મા વધારો કરીને ફી ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે. નિયમ મુજબ કોઇપણ શાળાએ ફી વધારા માટે FRC કમિટી સમક્ષ યોગ્ય આધાર પુરાવા સાથે પોતાની ફાઇલ મુકલાની હોય છે, પરંતુ કોઇ પણ શાળાની ફી વધારાની ફાઇલ 2021-22 ની મંજૂર કરેલ નથી. તો કેટલીક શાળાઓએ તો FRC સમક્ષ પોતાની ફાઇલ પણ મુકેલ નથી. આવી સ્થિતિમાં કેટલીક શાળાઓ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી વધારેલી ફી વસુલી રહી છે.

જયા સુધી FRC કોઇ પળ શાળાને મંજૂરી આપે નહિ ત્યાં સુધી ફી વધારો ન કરવી અને જૂના ફી ધોરણ મુજબ ફી લેવી જોઈએ. ઉપરાંત ગયા વર્ષે બાળક શાળાએ નહતો ગયો છતા 75 ટકા ફી ભરવાની ફરજ પડી હતી જેથી ઘણા વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. અને પોતાના બાળકનું ખાનગી શાળામાંથી નામ કઢાવી રહ્યા છે. આ બાબતમાં ઘણા વાલીઓને એલસી કાઢી આપવા માટે શાળા હેરાન કરી રહી છે તેવી ફરિયાદ ઉઠી છે જેથી આ બાબતે યોગ્ય કરવા જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકત લઈ રજુઆત કરી હતી અને આ તકે અધિકારીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...