તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાની:મહાશિવરાત્રી મેળો મોકૂફ થતાં પોરબંદર ST વિભાગને 5 લાખની આવક ઓછી થઈ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે પણ કોરોનાને કારણે શિવરાત્રી મેળો મોકૂફ રહ્યો હતો

પોરબંદરના એસટી વિભાગ દ્વારા તહેવાર દરમ્યાન તે સ્થળે વધુ બસ ફાળવવામાં આવતા આવકમાં વધારો થતો હોય છે. પરંતુ કોરોનાને પગલે તહેવારો મોકૂફ રહેતા એસટી વિભાગને આવક ઓછી થઈ છે. ખાસ કરીને મહાશિવરાત્રી દરમ્યાન જૂનાગઢ ખાતે બહોળી સંખ્યામાં શિવ ભક્તો જૂનાગઢ જતા હોય છે અને મહાશિવરાત્રીની ઉજવણી કરતા હોય છે. પોરબંદર એસટી વિભાગ દ્વારા મહાશિવરાત્રી દરમ્યાન વધુ બસો ફાળવવામાં આવતી હોય છે. ગત વખતે કોરોનાને પગલે જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો મોકૂફ રહ્યો હતો.

પોરબંદર એસટી વિભાગને તે વખતે અઢી લાખ રૂપિયા જેટલી ઓછી આવક થઈ હતી. જ્યારે આ વખતે પણ કોરોના ને પગલે મહાશિવરાત્રી મેળો મોકૂફ રાખવામાં આવતા આ વખતે પણ પોરબંદર એસટી વિભાગને અઢી લાખ રૂપિયા જેટલી આવક ઓછી થઈ છે. આમ જૂનાગઢ ખાતે કુલ 2 વખત મહાશિવરાત્રી મેળો કોરોનાને કારણે મોકૂફ રહેતા પોરબંદર એસટી વિભાગને કુલ 5 લાખ રૂપિયાની આવક ઓછી થઈ છે તેવું એસટી સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...