SOGની કાર્યવાહી:પોકેટ કોપ એપની મદદથી 4 ગુનાનો ભેદ ઉકેલાયો, કુલ રૂ.1.30 લાખના મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોકેટ કોપ એપની મદદથી 4 ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. ચોરીનુ બાઇક તથા છકડો રીક્ષા સહિત કુલ રૂ.1.30 લાખના મુદામાલ સાથે શખ્સને એસઓજીએ ઝડપી લીધો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીએ પોરબંદર જીલ્લામા મિલ્કત વિરૂધ્ધના તથા ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પીઆઇ એચ. બી. ધાંધલ્યા તથા પીએસઆઇ એચ.સી. ગોહીલને સુચના આપવામાં આવતા એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે માધવપુર ચોપાટી રોડ ઉપર જતા રસ્તે એક છકડો રીક્ષામાં બાઇક લઇને એક શખ્સને રોકી રીક્ષા તથા બાઇકના કાગળો માંગતા કાગળો નહી હોવાનુ અને ગોળ-ગોળ જવાબો આપતો હતો જેથી પોકેટ કોપ મોબાઇલમાં રજી. નંબર નાખતા બાઇક માધવપુર વાળા મુળુભાઇ હીરાભાઇ મોકરીયાનું જણાતા શખ્સની ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા પોતે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ગામનો પ્રતાપ ઉર્ફે ભગો ભીખા ઓડેદરા હોય અને માધવપુર તાલુકા શાળા પાસે ગલી માંથી બાઇકની ચોરી કરેલ હોવાનુ જણાવતા આરોપીની વધુ પુછપરછ કરી હતી.

આ શખ્સે વધુ 2 બાઇક તથા રીક્ષા ચોરેલ હોવાની કબુલાત આપેલ. એમ કુલ 4 ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓ પાસેથી રીક્ષા તથા બાઇક સહિત કુલ રૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળ ની તપાસ હાથ ધરવામા આવેલ છે. અને આ શખ્સે કરેલ ચોરીઓની જાણ જે તે જિલ્લામાં કરવામાં આવેલ છે.

કબુલાત કરેલ અન્ય ચોરીઓ
આરોપી પ્રતાપ ઉર્ફે ભગો ભીખા ઓડેદરાએ આજથી દોઢ વર્ષ પહેલા મેખડી ગામથી અરેણા ફાટક તરફ જતા રસ્તે વાડીમાંથી સ્લિવર કલરનુ મોટર સાયકલની ચોરી કરેલ છે. આજથી એક વર્ષ પહેલા ઘોડાદર ગામેથી ચોકમાંથી રાત્રીના સમયે મોટરસાયકલ ચોરી કરી અને બીજા દિવસે ઘોડાદર ગામની ગધાવાડી સીમમા બિન વારસી મુકી આવેલ ચોરી કરેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ
આ આરોપી વિરુદ્ધ આજથી ત્રણ-ચાર વર્ષ પહેલા શીલ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...