તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સ્ટ્રીટલાઈટો બંધ, યુથ કોંગ્રેસે કેન્ડલ જલાવી રજુઆત કરી

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરીમાં વીજ કનેક્શન કાપવા જતા પોલીસે કાર્યકરોને અટકાવ્યા

પોરબંદરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી યુથ કોંગ્રેસના કાયકરોએ પાલિકા ખાતે પહોંચી કચેરીમાં કેન્ડલ જલાવી હતી અને વીજ કનેક્શન કાપવા જતા પોલીસે કાર્યકરોની અટકાવ્યા હતા.

પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અંધારપટ છવાઈ જાય છે જે અંગે પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર સહિતના કાર્યકરો પાલિકાને ઉગ્ર રજુઆત કરવા પહોંચ્યા હતા અને કાર્યકરોએ સ્ટ્રીટલાઈટ વિભાગ ખાતે લાઇટની સ્વીચો બંધ કરી હતી. આ ડિજિટલ યુગમાં પ્રજાને સ્ટ્રીટલાઈટ જેવી સુવિધામાં ઉણું ઉતરતું તંત્ર સામે અનોખી રીતે રજુઆત કરી કેન્ડલ લાઈટ જલાવી હતી. અને પાલિકાનું વીજ કનેક્શન કાપવા જતા હતા તે પહેલા જ પોલીસે કાર્યકરોને અટકાવ્યા હતા. યુથ કોંગ્રેસે એવી રજુઆત કરી હતી કે પોરબંદર શહેર માં સ્ટ્રીટ લાઈટો બંધ છે ત્યારે દરરોજ 50 જેટલી ફરિયાદ આવે છે અને તેનું નિરાકરણ થતું નથી. વોરંટી પિરિયડ માં પણ રીપેરીંગ થતું નથી ત્યારે કંપનીને બ્લેક લિસ્ટ કરવાની નોટિસ આપી છે પરંતુ હજુસુધી કંપનીને બ્લેક લિસ્ટ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...