કામગીરી:જનભાગીદારી સાથે તંત્રએ 169 કામો કર્યા, 4.12 લાખ ઘન મિ. માટીનું ડીસીલ્ટીંગ કરાયું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુજલામ સુફલામ જળ અભિયાન 2021 હેઠળ જિલ્લામાં કામગીરી કરાઇ : 61,390 માનવદિન રોજગારી પુરી પાડી

સુજલામ સુફલામ જળ અભિયાન 2021 હેઠળ પોરબંદર જિલ્લામાં કામગીરી કરવામા આવી છે. ગામનુ પાણી ગામમા અને સીમનુ પાણી સીમમા સચવાય, ગામના જુના તળાવો, કુવાના તળ ઉંડા કરીને તેની માટીનો જમીનની ફળદ્રુપતા વધારવા ઉપયોગ કરવામા આવે છે.

ક્ષાર અંકુશ, પંચાયત સિંચાઈ, વન વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ, નગરપાલિકા, જિલ્લા જળ સ્ત્રાવ એકમ દ્વારા તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયોનું ડીસીલ્ટીંગ, પીવાના પાણીની પાઈપલાઇનમાં વાલ્વમાંથી થતા પાણીનો બગાડ રોકવો વગેરે કામગીરી લોકભાગીદારી તથા જુદા જુદા વિભાગો દ્રારા કુલ 169 કામો કરાયા છે તથા 4.12 લાખ ઘન મી. માટીનું ડીસીલ્ટીંગ કરવામાં આવ્યુ છે. જેના ફળ સ્વરૂપે પોરબંદર જિલ્લાના તળાવ, ચેકડેમ, જળાશયોમાં આશરે 370 એમ.સી.એફ.ટી. જેટલા પાણીનો સંગ્રહ થશે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મનરેગા યોજના હેઠળ 61,390 માનવદિન રોજગારી પુરી પાડવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...