વિરોધ:પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધતા કોંગ્રેસે સ્કુટરની અંતિમયાત્રા કાઢી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ભાવ વધારાનો વિરોધ કરનાર 5ની અટકાયત

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પોરબંદર જિલ્લામાં પેટ્રોલ ડીઝલ રૂ.100ને પાર થયું છે. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારીનો અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવા માટે સ્કુટરની અંતિમયાત્રા યોજી હતી. સુદામા ચોકમા સ્કુટરભાઈને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું, બાદ અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી. કોંગ્રેસ સમિતિ ના જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ભાવ વધારો સતત વધી રહ્યો છે જેથી નાના માણસો તેમજ મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે.

આવનારા સમયમાં સ્કુટરો વેચી સાયકલ ખરીદવાનો વારો આવશે આથી સ્કુટરભાઈના અંતિમ દર્શન અને અંતિમયાત્રા યોજી હતી. આ તકે જિલ્લા પ્રમુખ નાથાભાઇ, કોંગ્રેસના આનંદભાઈ પૂંજાણી, મીત શીંગરખિયા તેમજ માહિયારી ગામના કોંગ્રેસ આગેવાન કેશુભાઈ પરમાર , કોંગ્રેસ આગેવાન વિજય રાણા , વિશાલભાઈ બારાઈ , રાણાભાઈ બપોદરા સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે 5 કાર્યકરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...