• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • With 30 ICU Beds Allocated To The Medical College, Patients In The Government Hospital Will Benefit From Treatment With Comfortable Facilities

સુવિધા:મેડિકલ કોલેજને 30 ICU બેડ ફાળવાયા, સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આરામદાયક સુવિધા સાથે સારવારનો લાભ મળશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા મેડિકલ કોલેજને 30 આઇસીયુ બેડ ફાળવાયા છે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આરામદાયક સુવિધા સાથે સારવારનો લાભ મળશે.પોરબંદરમાં સરકાર દ્વારા મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે. 100 સીટ ફાળવવામાં આવી છે અને મેડિકલ કોલેજ આવનારા સમયમાં શરૂ થશે જે અનુસંધાને સરકાર દ્વારા મેડિકલ કોલેજ અંતર્ગત મેડિકલ સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા મેડિકલ કોલેજને 30 આઇસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ 30 જેટલા આઇસીયુ બેડ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે મૂકવામાં આવશે.

જેમાંથી 20 આઇસીયુ બેડ આઇસીયુ વિભાગમાં અને 10 આઇસીયુ બેડ ઇમરજન્સી વિભાગમાં મૂકવામાં આવશે. આ આઇસીયુ બેડ આવતા દર્દીઓને આરામદાયક સુવિધા સાથે સારવાર મળશે. હજુ પણ મેડિકલ કોલેજ રિલેટેડ મેડિકલ સાધનો સરકાર દ્વારા દર્દીઓની સુવિધા માટે ફાળવવામાં આવશે જેથી દર્દીઓને આ સુવિધાનો વધુ લાભ મળશે તેવું સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલ મોઢાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...