મેઘ મહેર:મુરજાયેલા પાકને મળ્યું જીવતદાન, પખવાડિયાથી વરસાદ ખેંચાતા મગફળી, કપાસ સહિતના પાકને બચાવવા પીયત આપવાની નોબત આવી હતી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં મેઘ મહેર થઈ હોવાના કારણે ખેડૂતોના મૂર્જાયેલ પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ખેડૂતોના મગફળી કપાસ સહિતના પાકને પિયત આપવાની ફરજ પડી હતી. પરંતુ હાલ મેઘમહેર થતાં ખેડૂતોના પાકને પિયત મળી ગયું હોવાથી આનંદની લાગણી ખેડૂતોમાં પ્રસરી છે. પોરબંદર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં મગફળી કપાસ સહિતનું પાક વાવેતર ખેડૂતોએ કર્યું છે. અને ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને પાક ઉત્પાદન સારી માત્રામાં થવાની આશા છે.

જિલ્લામાં અને ઉપવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાથી પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની પોરબંદર પંથકમાં આવક થઈ હતી, અને જિલ્લાભરના નાના-મોટા જળાશયો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જેથી પાણીની સમસ્યા તો ટળી છે. પરંતુ પખવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો, વરસાદ ખેંચાયો હતો. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાક મુરજાવા લાગ્યો હતો. મગફળી કપાસ સહિતના ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં પીયતની તાતી જરૂરિયાત સર્જાય હતી.

જેથી ખેડૂતો તેમના મુરજાઈ રહેલ પાકને બચાવવા માટે ચિંતિત બન્યા હતા. અને જે સ્થળોએ ખેડૂતોના પાકને પિયત આપવાની વ્યવસ્થા છે ત્યાં ખેડૂતો ફુવારા પદ્ધતિથી પાકને પાણી આપવા લાગ્યા હતા, પરંતુ હાલ પોરબંદર પંથકમાં મેઘમહેર થઈ છે, વરસાદ પડ્યો છે. ખેડૂતોના પાકને જરૂરીયાત સમયે જ વરસાદ પડ્યો હોવાથી હાલ મૂરજાઈ રહેલ પાકને વરસાદી પાણી મળ્યું છે. જેથી સોનામાં સુગંધ મળે તેમ સમયસર પાકને પાણી મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. આમ હાલ મેઘ મહેર થતાં મુરજાય રહેલ પાકમાં પાણી મળતા ખેડૂતોને સારી માત્રામાં પાક ઉત્પાદન થાય તેવી આશા જાગી છે.

વાવ, કુવા કે ડેમના પાણીની વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો બન્યા હતા ચિંતિત
પોરબંદર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે, અને હાલ મોટાભાગના વિસ્તારોમાં પાકને પિયત આપવા માટે વાવકુવા તેમજ ડેમના પાણીની વ્યવસ્થા તો છે. પરંતુ જે વિસ્તારોમાં ખેડૂતો માત્ર ચોમાસુ પાક લઇ શકતા હોય અને ત્યાં તેઓને વાવ કુવા કે ડેમથી પાકને આપવા માટે પિયતની વ્યવસ્થા નથી. ત્યાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની દહેશત સર્જાઇ હતી, પરંતુ હાલ મેઘમહેર થઈ હોવાથી મુરજાઈ રહેલ પાકને જીવનદાન મળતા ખેડૂતો ગદગદિત બન્યા છે.

107235 હેક્ટર જમીનમાં થયું છે ચોમાસું પાક વાવેતર
પોરબંદર જિલ્લામાં મગફળીના પાકનું આગોતરું વાવેતર 11690 હેક્ટર જમીનમાં થયું હતું. અને ચોમાસુ વાવેતર 65345 ફેક્ટર જમીનમાં થયું છે, ત્યારે કુલ વાવેતરની વાત કરવામાં આવે તો મગફળીના પાકનું 77035 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. અને 19365 હેક્ટરમાં ઘાસચારો, 545 હેક્ટરમાં શાકભાજી તેમજ 9835 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. આમ જિલ્લાભરમાં 107235 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસુ પાક વાવેતર કર્યું છે.

થોડા દિવસોથી પાકને બચાવવા ખેડૂતો કરી રહ્યા હતા, પિયત આપવાની વ્યવસ્થા
જિલ્લામાં વરસાદ ખેસાયો હતો અને ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી કપાસ સહિતનો પાક મુરજાઈ રહ્યો હતો. જેથી ખેડૂતો મગફળી સહિતના પાકને બચાવવા માટે પિયતની વ્યવસ્થા કરી રહ્યા હતા. ફુવારા પદ્ધતિથી પાણી આપવાનું પણ મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ શરૂ કરી દીધું હતું. અને મૂર્ઝાઇ રહેલ પાકમાં હાલ વરસાદ પડતા પાણી મળ્યું હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી સવાઈ છે.

બરડા પંથકના ગામડાઓમાં ધોધમાર 1.5 થી 2 ઈંચ વરસાદ
પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જયારે કે પોરબંદરમા ભારે બફારા વચ્ચે ઝાપટા આવ્યા હતા.\nઆ ચોમાસે મન મુકીને વરસેલા વરસાદે ગઇકાલે પોરબંદરમાં રીએન્ટ્રી કરતા ગત રાત્રી સુધીમાં સમગ્ર જીલ્લામાં 1 થી 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે કે આજે પોરબંદરમા ભારે બફારા વચ્ચે માત્ર હળવા ઝાપટા પડ્યા હતા. બીજી તરફ પોરબંદરના બરડા વિસ્તારમાં આજે બપોરના અઢી વાગ્યાથી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયેલ છે જેમાં બગવદર ખાંભોદર કિંદર ખેડા મોઢવાડા મજીવાણા ફટાણા સીંગડા વિગેરે ગામોમાં આજે બપોરના અઢી વાગ્યાથી વરસાદ ચાલુ થતા અત્યારે ચાર વાગ્યા સુધીમાં એટલે કે દોઢ કલાકમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને હજુ વધુ વરસાદ આવે તેવી શક્યતા છે.

પોરબંદર જિલ્લામાં કુલ વરસાદ
પોરબંદર 906 મીમી (127.25 ટકા)
રાણાવાવ 1067 મીમી (134.55 ટકા)
કુતિયાણા 1026 મીમી (130.53 ટકા)

પોરબંદરમાં ગરમીમાં યથાવત : પોરબંદરમાં ચોમાસાની ઋતુ પૂરી થઇ ગઇ હોય તેમ બફારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જો કે ગઇકાલ અને આજે તાપમાનનો યથાવત રહેતા ગરમીના પ્રમાણમાં સ્થિરતા જોવા મળી છે. પોરબંદરના આજનું મહતમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્શીયસમાં અને લઘુતમ તાપમાન 25.0 ડિગ્રી સેલ્શીયસમાં નોંધાયું છે જેને લીધે ગરમી યથાવત અનુભવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...