રેલવે વિભાગ:રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નં. 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 26.07.2022 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નં. 19319 વેરાવળ - ઇન્દોર મહામના એક્સપ્રેસ 27.07.2022 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • 30.07.2022 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ઉપડતી ટ્રેન નં. 19015 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
  • 31.07.2022 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 19016 પોરબંદર - મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  • ​​​​​​​ટ્રેન નં. 19209 ભાવનગર - ઓખા એક્સપ્રેસ 25.07.2022 થી 03.08.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નં. 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 29.07.2022 ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નં. 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી અમદાવાદ દોડશે. આમ આ ટ્રેન અમદાવાદ-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 30.07.2022 ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નં. 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ અમદાવાદથી જબલપુર વચ્ચે દોડશે. આમ‚ આ ટ્રેન સોમનાથ-અમદાબાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 30.07.2022 ના રોજ વેરાવળથી ઉપડતી ટ્રેન નં. 19218 વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી 2 કલાક 45 મિનિટમાં રીશેડ્યુલ કરવામાં આવશે.

► રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

અન્ય સમાચારો પણ છે...