• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Will Attend The Dalit Rights Satyagraha Program Organized By The Congress; Will Communicate With The Brothers And Sisters Of The Society

જીગ્નેશ મેવાણી પોરબંદરમાં સભા ગજવશે:કોંગ્રેસ દ્વારા આયોજીત દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજરી આપશે; સમાજના ભાઈઓ-બહેનો સાથે સંવાદ કરશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર કોંગ્રેસ આયોજિત દલિત અધિકાર સત્યાગ્રહમાં સભામાં દલિત સમાજના યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાજરી આપશે. આગામી શુક્રવાર અને તારીખ 4 નવેમ્બરના રોજ પોરબંદર શહેરના અલગ-અલગ 3 વિસ્તારમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સભાને સંબોધન કરશે. જેમાં શહેરના ચુનાના ભઠ્ઠા પાસે, કડિયા પ્લોટ અને છાંયા ભીમરાવ ચોક ખાતે આ સભાઓ યોજાશે. જીગ્નેશ મેવાણી સમાજના લોકો વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળશે. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા દલિત સમાજ માટે ગુજરાતમાં સરકાર બનતા જે દલિત અધિકારો આપવામાં આવશે તેમને લોકો સુધી જીગ્નેશ મેવાણી મારફત જણાવવામાં આવશે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજીત સભાઓને દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણી અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સંબોધશે. જેમાં સૌ દલિત ભાઈ-બહેનો અને યુવાનો તેમજ પોરબંદરના જાગૃત નાગરીકોને ઉપસ્થિત રહેવા પોરબંદર કોંગ્રેસ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...