જિલ્લા વાસીઓ હોળીનો તહેવાર સ્વદેશી ચીજોની ખરીદી કરી ઉજવશે. હાલ કલર - પિચકારી સહિતની ચીજોમાં 35 થી 40 ટકાનો ભાવ વધારો નોંધાયો છે આમછતાં ખરીદી વ્યાપક જોવા મળે છે. ભૂતકાળ કરતા આધુનિક યુગમાં હોળીને લગત ચીજો પણ આધુનિક બની છે ત્યારે અવનવી પિચકારીઓ તથા ઓર્ગેનિક કલર સહિતનો વિવિધ ચીજો બજારમાં ઉપલબ્ધ થઈ છે.
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે યુવા વર્ગ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને હોળી અને ધુળેટી પર્વમાં યુવા વર્ગ કલર ઉડાડી તહેવારનો આનંદ માણે છે. ભૂતકાળની વાત કરીએ તો, ચાર દાયકા પહેલા કેમિકલ યુક્ત કલર આવતા હતા અને લોકો સોનેરી, કીલ જેવા કલર વડે પણ હોળી રમતા હતા અને આ કલર ત્રણ દિવસ સુધી ચહેરા પર રહેતો હતો.
હાલ આધુનિક યુગમાં વિવિધ પિચકારીઓ અને ઓર્ગેનિક કલરનું ચલણ વધ્યું છે અને ચાઇનીઝ પિચકારી, કલર ને બદલે સ્વદેશી ચીજોની ખરીદી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પોરબંદરની બજારમાં અવનવી પિચકારીઓ અને વિવિધ કલરો ઉપલબ્ધ છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે આવી ચીજોમાં 35 થી 40 ટકાનો વધારો નોંધાયો છે.
આમછતાં લોકો હોળી તહેવારને મન ભરીને ઉજવવાના છે. અને ભાવ વધારો હોવા છતાં ખરીદી વ્યાપક બની છે. બજારમાં ફાયર ગન સ્મોક, વોટર પંપ, કલર સ્મોક, ગુલાલ ગન, કલર કલાઉડ, હર્બલ કલર, કલર બલૂન, પિચકારીઓ માં બાળકો માટે ટેન્ક, પંપ, ગન સહિત હેપ્પી હોલી ટીશર્ટ અને માથે પહેરવાની ખાસ પટ્ટી સહિત વિવિધ આઇટમોની ખરીદી જોવા મળે છે.
ભગવાનને ધરવા માટે આકર્ષક પિચકારીઓ
બજારમાં ભગવાનને ધરવા માટે ખાસ પિચકારી અને કલર આવ્યા છે જેમાં ચાંદી અને સોના કલરની નાની બાલટી અને પિચકારી, રાધાકૃષ્ણ વાળી પિચકારી અને બાલટી તેમજ મટકી અને પિચકારી ઉપલબ્ધ છે. ભગવાન માટે તપકીરના લોટના ઓર્ગેનિક કલર
મળે છે.
કલરના ભાવ અને ખાસિયત
બજારમાં હોળી રમવા માટેના કલર જેમાં હર્બલ વોટર કલર કેજે, ગ્લુકોઝ માંથી બનાવવામાં આવ્યા છે અને લેબ ટેસ્ટ આવે છે. જે શરીરને નુકશાન કરતો નથી. રૂ. 10નું પાઉચ મળે છે, જ્યારે કલર સ્નો રૂ. 40નું પીસ છે અને સ્પે કલર તરીકે વપરાય છે. આ ઉપરાંત ગેસ વાળો કલર કલાઉડ ઓર્ગેનિક કલર છે.
બાટલો પૂરો થયા બાદ અગ્નિ સામક તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય છે જેનો ભાવ રૂ. 1100 અને રૂ. 1400 છે. નાનો બાટલો રૂ. 250ના ભાવે વેચાઇ છે. હોળીના બલૂન જે નળમાં લગાવવાથી બલૂનમાં પાણી ભરાઈ છે અને ગાંઠ પણ લાગી જાય છે. જેનો ભાવ રૂ. 40 થી રૂ. 90 છે. ફાયર ગન સ્મોક જેમાંથી કલર ફૂલ ધુમાડા નીકળે છે અને ઇલેક્ટ્રિક ગન છે જેનો ભાવ રૂ. 400 છે.
પિચકારી, ટેન્ક, પંપ, ગનનું વેંચાણ પિચકારીમાં પંપ જે રૂ. 10 થી રૂ. 80ના ભાવે મળે છે જ્યારે વિવિધ સ્કૂલ બેગ જેવી ટેન્ક રૂ. 160 થી 450ના ભાવે મળે છે. આ ઉપરાંત ગન રૂ. 20 થી રૂ. 350ના ભાવે મળે છે. હોલી ટીશર્ટ રૂ. 150માં મળે છે અને હોલી હે લખેલ માથે પહેરવાની પટ્ટી રૂ. 40માં 25 નંગ મળે છે. શા માટે ભાવ વધારો થયો? આ વખતે હોળીના કલર, પિચકારીમાં 35 થી 40 ટકાનો ભાવ વધારો નોંધાયો છે ત્યારે વેપારી કમલ કોટેચાએ જણાવ્યું હતુંકે, આ વસ્તુઓ દિલ્હીમાં બને છે. કોરોના ના ડરને કારણે વેપારીઓએ ઉત્પાદન ઓછું કર્યું હતું. માત્ર 50 ટકા પ્રોડક્શન થતા ભાવમાં વધારો જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.