ભાજપના સ્ટાર પ્રચારકો પોરબંદરમાં:જ્યાં ભાજપની જનસભાને સંબોધી: કેન્દ્રીય મંત્રી-પૂર્વ કેન્દ્રીય મંત્રી હાજર રહ્યાં

પોરબંદર3 મહિનો પહેલા

રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપના પ્રચારકો કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પોરબંદર પહોંચ્યા હતા.

કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં
પોરબંદર શહેરના કડીયા પ્લોટ વિસ્તારમા આવેલા કામદારચોક ખાતે ભાજપ આયોજીત જનસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે ઉપસ્થિત જનસભાને સંબોધન કરીને ભાજપના ઉમેદવાર બાબુ બોખરીયાને ફરી એક વખત ભારે બહુમતી સાથે વિજેતા બનાવવા લોકોને અપીલ કરી હતી. કામદારચોક ખાતે આયોજીત આ જનસભામાં પોરબંદર સાસંદ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...