તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહો આશ્ચર્યમ:વડોદરા પોલીસ આરોપીને લઈને પોરબંદર જેલ ખાતે આવી ત્યારે આરોપી નશો કરેલી હાલતમાં મળી આવ્યો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલ કર્મીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી પુછપરછ હાથ ધરી

આશ્ચર્યમ જનક ઘટના સામે આવી છે જેમાં વડોદરા પોલીસ એક આરોપીને લઈને પોરબંદર જેલ ખાતે આવી ત્યારે આરોપી નશો કરેલી હાલતમાં મળી આવતા જેલ કર્મીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરનાર આરોપી રવિ કિશા મુશાર નામનો આરોપી વડોદરા ખાતે જેલમાં હતો અને વડોદરાથી આ આરોપીને લઈને પોલીસ પોરબંદર જેલ ખાતે આ આરોપીને સોંપવા આવી હતી. ગઈકાલે રાત્રે આ આરોપીને લઈને વડોદરા પોલીસ પોરબંદર ખાસજેલ ખાતે આવી હતી અને આ આરોપીને સોંપ્યો હતો.

જેલ કર્મીએ તપાસ કરતા આ આરોપી રવિ કિશા મુશાર નશો કરેલી હાલતમાં હોવાનું જાણવા મળતા જેલ કર્મી બાલુભાઈ કોડિયાતરે આ આરોપી વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકે પ્રોહીબિશનની ફરિયાદ નોંધાવી છે.

મહત્વની વાત એ છે કે, વડોદરાથી પોલીસના જાપ્તામા રહેલ આ આરોપી પોરબંદર સુધીમાં કઈ જગ્યાએ દારૂ પીધો હશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને આ દિશામાં પણ પોલીસે આરોપીની પૂરછપરછ કરી દારૂ ક્યાંથી મંગાવી પીધો હતો તેની તપાસ કરી ભેદ ઉકેલવો જોઈએ તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...