સ્પર્ધા:પોરબંદરમાં દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વ્હિલચેર ક્રિકેટરે મેદાન માર્યું

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટર ભીમાભાઇ ખૂંટીએ એથ્લેટીક્સની બે સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

પોરબંદરમા દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભમા વ્હિલચેર ક્રિકેટરે એથ્લેટીક્સ ની 2 સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. પોરબંદરમાં દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થયું હતું. તેમાં ભારતના વ્હિલચેર ક્રિકેટ ખેલાડી તેમજ ગુજરાતની વ્હિલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમાભાઈ ખૂંટીએ વ્હિલચેર હર્ડલ્સ રેસ અને ચક્ર ફેંકમાં ભાગ લીધો હતો જેમા તેમણે વ્હિલચેર હર્ડલ્સ રેસ 24.30 સેકન્ડમાં પૂર્ણ કરીને જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો જ્યારે ચક્રફેંકની રમતમાં તેમણે 10.50 મીટર ચક્ર ફેંકીને પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે.

આમ દિવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં એથ્લેટીક્સની 2 સ્પર્ધામાં ભીમાભાઈએ બન્ને સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યકક્ષાની રમતની સ્પર્ધામાં તેઓ ભાગ લેવા જશે. બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં ભીમાભાઈ ખૂંટીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કરતા તેઓને ઠેરઠેરથી શુભેરછાઓ પાઠવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...