ખેલ મહાકુંભ:રાજ્યકક્ષાની દિવ્યાંગ ખેલ મહાકુંભમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટરે મેદાન માર્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડીયાદ ખાતે વ્હીલચેર હર્ડલ્સ રેસમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

નડિયાદ ખાતે રાજ્યકક્ષાની દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખૂંટીએ વ્હીલચેર હર્ડલ્સ રેસમાં ભાગ લઈ મેદાન મારી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નડિયાદ ખાતે રાજ્યકક્ષાની સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન થયું હતું જેમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખૂંટીએ વ્હીલચેર હર્ડલ્સ રેસમાં ભાગ લઈ મેદાન મારી રાજ્ય લેવલે પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છેકે, પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખૂંટી બન્ને પગે પોલિયો હોવા છતાં વ્હીલચેર ક્રિકેટ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

ક્રિકેટ ઉપરાંત ગોળાફેંક, ચક્રફેંક, ભાલાફેંક, રાયફલ શૂટિંગ અને વ્હીલચેર હર્ડલ્સ જેવી રમત સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવી છે ત્યારે નડિયાદ ખાતે ભીમાભાઈએ વ્હીલચેર હર્ડલ્સ રેસ માત્ર 15 સેકન્ડમાં પૂર્ણ કરી રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ્ વધાર્યું છે ત્યારે ભીમાભાઈને ઠેરઠેરથી શુભેરછાઓ વર્ષી રહી છે.

અન્ય સમાચારો પણ છે...