તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:સ્ટાફના અભાવે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન થઇ

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર અને કુતિયાણામાં બે વખત ખરીદી મુલત્વી રાખવી પડી
 • 1 એપ્રિલથી ખરીદી શરૂ થવાની હતી હવે સોમવારથી ઘઉંની ખરીદી શરૂ થશે
 • રાણાવાવમાં 5 ખેડૂતને ઘઉંની ખરીદી માટે બોલાવ્યા, એકપણ ન આવ્યા
 • ઘઉંની ખરીદી માટે 20 મણના 395 લેખે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાયું હતું

પોરબંદર જિલ્લામાં ગઈકાલે તા. 1 એપ્રિલના રોજ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થવાની હતી. પરંતુ સ્ટાફના અભાવે પોરબંદર અને કુતિયાણા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી રવિવાર સુધી મુલત્વી રાખવામાં આવી છે. જ્યારે રાણાવાવ તાલુકા માંથી 5 ખેડૂતોને બોલાવવામાં આવતા એકપણ ખેડૂત આવ્યા ન હતા. આમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી સ્ટાફના અભાવે બે વખત મુલત્વી રાખવી પડી છે. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ની ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને 20 મણ ના રૂ. 395 લેખે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન કામગીરી તા. 1/3 થી શરૂ કરવામાં આવી હતી. તેમજ તારીખ 16 માર્ચના મંગળવારથી જિલ્લાના ત્રણેય તાલુકા ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સ્ટાફના અભાવના કારણે તે વખતે ખરીદી મુલત્વી રાખવી પડી હતી.

રાણાવાવના ગોડાઉન મેનેજર અશ્વિન ભોંયએ જણાવ્યું હતું કે હાલ ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ છે અને ગોડાઉન ખાતે એક એક જ સ્ટાફ છે. અને ત્યાં જવા માટે અંતર પણ લાબું છે. ચણાની ખરીદીમાં સ્ટાફ રોકાયેલ છે જેથી તા. 31/3 સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી મુલત્વી રાખવામાં આવી છે. જોકે કોઈ ખેડૂતને એસએમએસ કરીને બોલાવવામાં આવ્યા નથી. 1 એપ્રિલથી ત્રણેય તાલુકા ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે.

પરંતુ તા. 1 એપ્રિલના રોજ પણ પોરબંદર અને કુતિયાણા તાલુકામા સ્ટાફના અભાવે ખરીદી મુલત્વી રાખવામાં આવી છે. આગામી તા. 5ને સોમવારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે. જ્યારે રાણાવાવ તાલુકા માંથી 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ એકપણ ખેડૂત પોતાના ઘઉં લઈને આવ્યા ન હતા.

અત્યાર સુધીમાં ટેકાના ભાવે ચણા ની ખરીદી ની સ્થિતિ
પોરબંદરમા ટેકાના ભાગે ચણાની ખરીદી ગત તા. 8 માર્ચથી શરૂ થઈ હતી. જેમાં જિલ્લામાં કુલ 13174 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પોરબંદર તાલુકા માંથી અત્યાર સુધીમાં 676 ખેડૂતો આવ્યા છે. ચણાના 9 સેમ્પલ રિજેક્ટ થયા છે. 6599 કવીન્ટલ ચણાની ખરીદી થઈ છે. જ્યારે રાણાવાવ માંથી 272 ખાડુતો આવ્યા છે જેમાંથી 6 સેમ્પલ રિજેક્ટ થયા છે અને 2686 કવીન્ટલ ચણાની ખરીદી થઈ છે આ ઉપરાંત કુતિયાણામાં 452 ખેડૂત આવ્યા હતા. 7 રિજેક્ટ થયા છે. 4407 કવીન્ટલ ચણાની ખરીદી થઈ છે. હજુ ખરીદી ચાલુ છે.

કુલ 6 સ્ટાફના અભાવે ખરીદી બીજી વખત મોકૂફ
હાલ ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે જેથી સ્ટાફ ત્યાં રોકાયેલ હોય અને જિલ્લાના ત્રણેય તાલુકામાં સરકારી ગોડાઉન ખાતે કુલ 6 સ્ટાફના અભાવે બીજી વખત ટેકાના ભાવે ઘઉંની ખરીદી મુલત્વી રખાઈ છે. રાણાવાવ માંથી આજે 15 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવશે.

ક્યા સ્થળે ઘઉંની ખરીદી થશે?
ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પોરબંદર તાલુકા માટે આરટીઓ કચેરી પાસે આવેલ દેગામ પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે, રાણાવાવ તાલુકા માટે રાણાવાવ કોર્ટની પાસે આવેલ ગોડાઉન અને કુતિયાણા તાલુકા માટે કુતિયાણા ની સુદામા ડેરી પાસે આવેલ ગોડાઉન ખાતે ખરીદી થશે.

કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા?
ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પોરબંદર તાલુકા માંથી 2367 ખેડૂતો, રાણાવાવ તાલુકા માંથી 713 અને કુતિયાણા તાલુકા માંથી 1280 ખેડૂતો એમ જિલ્લામાં કુલ 4360 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો