તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:ઘઉં, ધાણા, ચણા, શાકભાજીનું વાવેતર વધ્યું, જીરૂ, રવિ જુવારના વાવેતરમાં ઘટાડો નોંધાયો

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર જિલ્લામાં શિયાળુ વાવેતર ગત વર્ષની સરખામણીએ 13404 હેકટર વધુ થયું

પોરબંદર જિલ્લામાં શિયાળુ વાવેતર ગત વર્ષની સરખામણીએ 13404 હેકટર વધુ થયું છે. આ વખતે ઘઉં, ધાણા, શાકભાજીના વાવેતરમાં વધારો નોંધાયો જ્યારે જીરૂ અને રવિ જુવારના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. આ વખતે ચણાના પાકમાં બમણાંથી વધુ વાવેતર થયું છે. જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી હતી. 225 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદ સારો જતા ખેતરો પાણીથી છલકાયા હતા અને કુવાઓ, ડેમ છલકાયા હતા. જેથી પિયતની સુવિધામાં વધારો થયો હતો. જોકે ચોમાસા બાદ કમોસમી વરસાદ થતાં ચોમાસાના પાકને નુકશાન ગયું હતું.

પરંતુ વરસાદ વધુ થવાને કારણે ખેડૂતોને રવિ પાક માટે આશા જાગી હતી. અને જિલ્લાના ખેડૂતોએ આ વખતે રવિ વાવેતર મનમૂકીને કર્યું છે. ગત વર્ષે જિલ્લામાં કુલ 105167 હેકટરમાં રવિ વાવેતર કર્યું હતું જ્યારે આ વખતે જિલ્લામાં કુલ 118571 હેકટરમાં વાવેતર થયું છે. જેથી ગત વર્ષની સરખામણીમાં આ વખતે રવિ વાવેતર 13404 હેકટર વધારે થયું છે. ગત વર્ષની સરખામણીમાં ચણાનું વાવેતર બમણાંથી વધુ નોંધાયું છે. ઘઉં, ધાણા અને શાકભાજીનું વાવેતર પણ વધ્યું છે જ્યારે જીરું અને રવિ જુવારના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે મુખ્ય રવિ પાકનું વાવેતર હેકટરમાં

રવિપાકવાવેતર હેકટર
ઘઉં23005
ચણા14875
જીરું30210
ધાણા12075
રવિ જુવાર12490
શાકભાજી570

​​​​​​​આ વખતે રવિ પાકનું વાવેતર હેકટરમાં

રવિપાકવાવેતર હેકટરમાં
ઘઉં31460
ચણા34848
જીરું16748
ધાણા16325
રવિ જુવાર7280
શાકભાજી710

​​​​​​​વધારો ધટાડોની સરખામણી હેકટરમાં

રવિપાકવાવેતર હેકટરમાં
ઘઉં8455 હે. વધારો
ચણા19973 હે. વધારો
ધાણા4250 હે. વધારો
શાકભાજી140 હે. વધારો
જીરું13462 હે. ઘટાડો
રવિ જુવાર5210 હે. ઘટાડો

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો