અનુરોધ:ચોમાસા દરમિયાન વીજળીથી બચવા લોકોએ શું કરવું ? માર્ગદર્શન અપાયું

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીજળીના વાહક બને તેવી તમામ ચીજ વસ્તુથી દૂર રહેવું

આકાશમાંથી પડતી વીજળીથી બચવા લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ હતી. હાલ ચોમાસાની ઋતુ સક્રિય હોય અને આકાશી વીજળી પડવાના બનાવો પણ બને છે આવા સમયે લોકો સતર્ક રહી પોતાના તથા પોતાના પરિવારનો જીવ બચાવી શકે તે અનિવાર્ય છે. સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે આપાતકાલીન સંપર્ક નંબરો પણ જાહેર કર્યા છે. અને આકાશી વીજળીથી બચવા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાવવા પણ અનુરોધ કર્યો
જ્યારે લોકો ઘરની અંદર હોય ત્યારે શું કરવું તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવા અને ત્યારથી ચાલતાં ફોનનો ઉપયોગ ન કરવા તેમજ બારી, બારણા અને છતથી દૂર રહી વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજ વસ્તુઓથી દૂર રહી ધાતુથી બનેલ પાઈપ, નળ, ફુવારો, વોશબેસિન વગેરેના સંપર્કે થી દૂર રહેવા જણાવ્યું છે. અને જ્યારે ઘરની બહાર હોય ત્યારે વૃક્ષો વીજળીને આકર્ષે છે જેથી તેનો આશરો લેવાનું ટાળવા જણાવ્યું હતું. અને આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે આશકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાવવા પણ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...