તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં DySPએ નેતાનો બચાવ કર્યો:જાહેરનામાના ભંગ અંગે કહ્યું, ‘વર્તમાનપત્રના ફૂટેજ પરથી શું થાય? વીડિઓ આવશે ત્યારે કાર્યવાહી કરીશું’

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોરબંદરની ચોપાટી પર જાહેરનામાનો ભંગ કરનાર ભાજપના આગેવાનો સામે તપાસ કરીશું, કમલાબાગ પીઆઇ
  • સામાન્ય લોકો સામે જાહેરનામાની કડક કાર્યવાહી, નેતા સામે કાર્યવાહીમાં વિલંબ શા માટે ?

પોરબંદરની ચોપાટી પર જાહેરનામાનો ભંગ કરનાર ભાજપના આગેવાનો સામે તપાસ કરશું તેવું કમલાબાગ પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું જ્યારે શહેર ડીવાયએસપીએ એવું જણાવ્યું હતું કે, વર્તમાનપત્રના ફૂટેજ પરથી શું થાય? વિડિઓ આવશે ત્યારે કાર્યવાહી કરશું. સામાન્ય લોકો સામે જાહેરનામાની કડક કાર્યવાહી બાદ નેતા સામે કાર્યવાહી થશે ? શહેરીજનો જવાબ માંગી રહ્યા છે.

ત્યારે તંત્રના જવાબ પરથી ભીનુ સંકેલી લેવા તરફ તંત્ર આગળ વધી રહ્યાના સંકેત જણાઇ રહ્યા છે. પોરબંદરની ચોપાટી પર ગત રવિવારે ભાજપના આગેવાનો દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણ અને ફૂડઝોનના ખાતર્મુહત કાર્યક્રમમાં 25થી વધુ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ જાહેરનામા મુજબ 5 કે તેથી વધુ વ્યક્તિ એકસાથે એક સ્થળે એકત્ર થવા પર પ્રતિબંધ છે.ત્યારે ચોપાટી પરના કાર્યક્રમને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

શહેરના તટસ્થ અને બિનરાજકીય પ્રબુદ્ધ નાગરિકોએ પણ જણાવ્યું હતું કે કાયદો સમાન હોય છે. પોલીસ અન્ય સામાન્ય નાગરિકોને દંડે છે અને જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધે છે તો ચોપાટી પર જે કાર્યક્રમ થયો તે સૌ કોઈ જાણે છે આમછતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આ અંગે શહેર ડીવાયએસપી જે.સી. કોઠીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કાંઈ કર્યું નથી. તપાસ સોંપી નથી. અમારી પાસે આવો વિડિઓ કે ફોટા આવ્યા નથી. વર્તમાન પત્રમાં આવ્યું છે તેના ફૂટેજ થી શું થાય? વિડિઓ આવશે ત્યારે કરીશું. જ્યારે આ અંગે કમલાબાગ પોલીસ મથકના પીઆઇ મોદી ને રૂબરૂ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...