પોરબંદર જિલ્લાના કેટલાક વેટલેન્ડ પર માછલી પકડવા માટે પાટા જાળ બિછાવવામાં આવે છે જેથી અનેક વિદેશી પક્ષીઓ આ નાની જાળમા ફસાઈ જવાથી પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે અને અનેક પક્ષી મૃત્યુ પામે છે છતાં અહીં ચેકીંગ હાથ ધરવામાં આવતું નથી. શિયાળાની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓનું પોરબંદર ખાતે આગમન થાય છે.
સુરખાબી નગરી ગણાતું પોરબંદર શહેરમાં વિદેશી પક્ષીઓ શિયાળાના 4 માસ સુધી મહેમાન બને છે. અને જિલ્લાના વેટલેન્ડ નજીક રહેઠાણ બનાવી વેટલેન્ડમાં પોતાનો ખોરાક મેળવે છે. જેમાં કર્લી 1 અને કર્લી 2 જળાશય, મોકરસાગર સહિતના વેટલેન્ડમાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં પાણીમાં તરી શકે તેવા બતકની તમામ પ્રજાતી, બગલાની તમામ પ્રજાતી, કુંજ, પેલીકન સહિતના પક્ષીઓ વેટલેન્ડમા આવી ખોરાક મેળવે છે. મહત્વની વાત એ છે કે, આ વેટલેન્ડમાં છૂટક માછીમારો માછલી પકડવા પાટા જાળ બિછાવે છે, આ પાટા જાળ ખુબજ ઝીણી હોય છે જેથી નાની માછલીઓ ફસાઈ છે.
આ છૂટક માછીમારો 15 થી 16 કલાક પાટા જાળને પાણીમાં બિછાવી રાખે છે. જેથી આ ઝીણી ઝાડમાં વિદેશી પક્ષીઓ ફસાઈ જાય છે. આ ઝીણી જાળમાં પક્ષીઓ બેસે એટલે તેના પગ જાળમાં ફસાઈ જવાથી પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે અને કેટલાક પક્ષીઓના મૃત્યુ થાય છે. ઈંજાગ્રસ્ત પક્ષીઓ ધ્યાને આવે તો આવા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.