તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચિંગ:પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિએ ગૃહ-ઉદ્યોગ સંબંધિત 8 પુસ્તકો પ્રકાશિત કર્યા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના મહિલાઓ ઘરે ગૃહ-ઉદ્યોગ દ્વારા સારી આવક મેળવી શકે તેવા ઉમદા હેતુથી મીટીંગ યોજાશે

પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિએ ગૃહ-ઉદ્યોગને લગતી જુદી જુદી ૮ બૂક્સ પ્રકાશિત કરી છે અને આગામી સમયમાં શહેરના મહિલાઓ માટે એક મીટીંગનું આયોજન કરી, મહિલાઓ પોતાના ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ દ્વારા કેવી રીતે વધારાની આવક મેળવી શકે તે બાબતે મહિલાઓ બેઠક યોજાશે.

પોરબંદરનાં જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા દ્વારા જહેમત કરીને ગૃહ ઉદ્યોગોને લગતી જુદી જુદી 8 બુક પ્રકાશિત કરવામાં આવી છે, આ દરેક બુક માં 100 જેટલા નવા નવા ગૃહ ઉદ્યોગની માહિતી આપવામાં આવી છે, ઉપરાંત દરેક બુકમાં વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ઘરમાં જે કોઈ ચીજ નકામી હોય, ફાટેલી હોય તૂટેલી હોય તેમાંથી સુંદર આઇટમ કેમ બનાવવી, તથા ઘર ની સાર-સંભાળ માટેનાં નવા આઈડિયા, તેમજ આરોગ્યને લગતા નાના નાના દર્દો માટેની દેશી દવાઓની જાણકારી, તેમજ અનેક પ્રકારની રસોઈની વાનગીઓ બનાવવાની રેસીપી, તેમજ કોઈને જો નાનો ધંધો, વ્યાપાર કરવો હોય તો અનેક ચીજ વસ્તુઓ હોલસેલમાં મંગાવી શકે તેની માહિતી વગેરે આવી દરેક બુકમાં નવી નવી જાણકારી આપેલી છે.

સામાન્ય રીતે આપણે ખાખરા, પાપડ, સિલાઈ, ભરતકામ, રસોઈ, ટિફિન, અગરબત્તી, મીણબત્તી, જેવા એકદમ ઓછી આવકવાળા ગૃહ ઉદ્યોગ કરીએ છીએ , અને મહિને માંડ માંડ રૂ.1,000 થી રૂ.3,000 સુધીની મર્યાદિત આવક મેળવી શકીએ છીએ, જે ખૂબ ઓછી આવક ગણાય, ત્યારે આ 8 બુક માંથી અનેક નવા નવા ગૃહ-ઉદ્યોગ તરફ જો જવાનું વિચારશો તો મોટી આવક મળી શકે તેવા ઉમદા હેતુથી આગામી ૧૨ મી ફેબ્રુઆરીના રોજ શહેરના સત્યનારાયણ મંદિરના હોલમાં સાંજે ૪:૩૦ કલાકે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં શહેરના જે કોઈ ભાઈ-બહેનો પોતે ગૃહ-ઉદ્યોગ કરવા ઈચ્છતા હોય તે સૌ માટે આ મીટીંગ રાખવામાં આવેલ છે તેવી સંસ્થાના નીતાબેન વોરા અને દુર્ગાબેન લાદીવાલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો