આયોજન:પોરબંદરમાં સ્વર્ણિમ વિજય મશાલનું સ્વાગત

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાંથી બે શહીદોના ઘરની માટ્ટી એકત્રિત કરાઈ
  • ગાંધી જન્મ સ્થળ કિર્તી મંદિરની યાત્રા પણ કરાઇ

50 વર્ષ પહેલાં આજના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે છેડાયેલા યુદ્ધમાં ભારતનો જ્વલંત વિજય થયો હતો, આ વિજયના 50 વર્ષની યાદમાં સ્વર્ણિમ વીજય મશાલને પોરબંદરના નવસેના મથકમાં લાવવામાં આવી હતી. અને ત્યારે ભવ્ય સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા.પોરબંદરના INS સરદાર પટેલ નેવલ બેસ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષની વિજય મશાલ આજે સવારના સમયે આવી પહોંચી હતી. અને અહીં એડમીરલ પુરુવીર દાસે આ મશાલનું સ્વગત કર્યું હતું.

આ પ્રસંગે પોરબંદરના થલ સેના અને નો-સેનાના પૂર્વ સેનિકો અને પોરબંદરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં INS સરદાર પટેલ નેવલબેઝના પરેડ ગ્રાઉન્ડમાં આ મશાલને સ્થાપિત કરવામાં આવી હતી , આ મશાલ દેશની ચાર દિશાઓમાં મોકલવામાં આવી છે, જેના ભાગ સ્વરૂપે આજે તેને પોરબંદર લવાઈ હતી. જેના સ્વાગત સમારોહમાં અલગ અલગ કાર્યક્રમોની સાથે સાથે નેવીનું બેન્ડ પ્રદર્શન, દેશ ભક્તિનું નાટક રજુ કરાયું હતું. તેમજ પોરબંદરમાંથી બે શહીદોના ઘરની માટ્ટી એકત્રિત કરાઈ હતી. તે ઉપરાંત ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની યાત્રા પણ કરાઇ હતી.

શહીદોના પરિવારજનોનું અભિવાદન કરાયું
પોરબંદરમાં વિજય મશાલ આવી ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં 1971માં શહીદ થયેલા સેનિકોના પરિવારજનોનું અભિનવાદન કરવામાં આવ્યું હતું. શહીદોના પરિજનોએ શહિદ અને દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.

મશાલને પોરબંદરથી દીવ પ્રસ્થાન કરાવાયું
જામનગર અને દ્વારકા બાદ પોરબંદર આવેલી વિજય મશાલને એડમિરલ પૂરુંવીર દાસે જંડી દેખાડી દીવ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...