તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:નશીલા પદાર્થોના સેવનથી થતાં નુકસાન અંગે વેબીનાર યોજી લોકોને માહિતી અપાઈ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરાષ્ટ્રિય ડ્રગ વિરોધી દિવસ નિમીતે પોરબંદર પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો

આંતરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમીતે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા વેબીનાર અંતર્ગત લોકોને નશીલા પદાર્થોના સેવનથી થતાં નુકશાન અંગે માહીતગાર કરવામા આવ્યા હતા. નશીલા માદક દ્રવ્યોના સેવનના લીધે થતા નુકશાન અંગે જાગ્રુતતા આવે તે હેતુ એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા વાયરલેસ વિભાગના પીએસઆઇ પ્રતીક પટેલએ સમાજમાં ફેલાયેલા ડ્રગ્સ ના દૂષણ અંગે લોકોને માહીતગાર કરવા તેમજ યુવાપેઢીઓને જાગ્રુતતા આવે તે માટે વી.જે.મોઢા કોલેજ ના વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ડ્રગ્સના વ્યસન અને તેનાથી થતા નુકશાન અંગે માહીતગાર કરવામાં આવ્યા. સાથે સાથે આ ડ્રગ્સના દૂષણ સામે લડવા “SAY NO TO DRUGS” નો સંકલ્પ લેવડાવવામા આવ્યો.

અને કોઇ પણ વ્યકિત ને આવા નશીલા, માદક પદાર્થો ની હેરાફેરી, વેચાણ, ઉપયોગ અંગે માહીતી મળેતો પોરબંદર એસઓજી પીઆઇ જાડેજાના મોબા. નં. 9974817777 તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ના નંબર-100 પર કોઇપણ સંકોચ રાખ્યા વગર માહીતી આપવા જણાવવામાં આવ્યું છે. અને આ માહીતી આપનાર વ્યકિત ની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેની ખાત્રી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...