તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઉનાળું પાક માટે આજે વર્તુ - 2 ડેમમાંથી પાણી છોડાશે

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બરડા વિસ્તારના અનેક ગામોને લાભ મળશે

પોરબંદર નજીક આવેલા ભાણવડ સિંચાઇ યોજના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આજે વર્તુ-૨ ડેમમાંથી ઉનાળું પાક માટે પાણી છોડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. આ પાણીથી બરડા વિસ્તારના અનેક ગામોને ફાયદો થશે. બરડા પંથકમાં ખેડુતોએ શિયાળું પાકનું ઉત્પાદન લઇ લીધુ છે અને ઉનાળું પાક માટે ખેતરો તૈયાર કરી નાખ્યા છે.

ઘણા ખેડુતોએ પાકનું વાવેતર કરવાની પણ શરૂ આત કરી દીધી છે, જેથી હવે આ વિસ્તારના ખેડુતોને સિંચાઇના પાણીની જરૂરીયાત ઉભી થશે ત્યારે વર્તુ-૨ સિંચાઇ યોજના અંતર્ગત ઉનાળું પાક ઉત્પાદન માટે આજે સવારે ૮:૦૦ કલાકે વર્તુ-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવશે અને ૧૦૦ એમટીએફટી પાણી છોડવામાં આવશે. જેના લીધે બરડા પંથકના ઇશ્વરીયા, રોઝીવાડા, ભોમીયાવદર, પારાવાડા, મોરાણા, સોઢાણા અને ફટાણા સહિતના ગામના ખેડુતોને સિંચાઇના પાણીનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો