પાકને મળશે જીવતદાન:મેઢાક્રિક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિયાણી, ભાવપરા અને વડાળાના ખેડૂતોના પાકને મળશે જીવતદાન
  • સાતમના તહેવાર બાદ વરસાદ ખેંચાતા પાક મુરજાવા માંડ્યો હતો, ધારાસભ્યને રજૂઆત કરાઇ હતી

પોરબંદર જિલ્લામાં સારો એવો વરસાદ વરસી જતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ સાતમના તહેવાર બાદ વરસાદ ખેંચાતા ખેડૂત લોકોનો પાક મુરજાવા માંડ્યો હતો. આ અંગે ધારાસભ્યને રજૂઆત કરાતા મેઢાક્રિક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેનાથી મિયાણી, ભાવપરા અને વડાળા ના ખેડૂતોના મુરજાતા પાકને જીવનદાન મળી ગયું છે.

પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં મગફળી સહિતના ચોમાસુ પાકોને વાવેતર કરી દેવામાં આવતા પાછોતરો વરસાદ ખેંચાતા મગફળી સહિતના આ પાકોને પિયતની જરૂરિયાત ઊભી થતા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, મિયાણીના સરપંચ જેઠાભાઇ ઓડેદરા, ભાવપરાના પૂર્વ સરપંચ રાજાભાઈ મોઢવાડિયા, પરબતભાઈ મોઢવાડિયા, હરભમભાઈ ગોઢાણીયા, ભાજપના સિનિયર આગેવાન ભીમભાઇ ગોઢાણીયા, રાણાભાઇ ગોઢાણીયા તથા ભાવપરા, મિયાણી અને વડાળા ગામના જુદા જુદા ખેડૂત મિત્રોએ ધારાસભ્યના અંગત મદદનીશ નાગાજણ ઓડેદરાને સાથે રાખીને બાબુભાઈ બોખીરીયાને રૂબરૂ મળી મગફળી સહિતના ચોમાસુ પાકોને પિયતની તાત્કાલિક જરૂરિયાત હોય મેઢાક્રિક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે રજૂઆત કરેલ હતી.

ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા એ તેઓની રજૂઆતને ગંભીરતાથી લઈ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી મેઢાક્રિક ડેમમાંથી તરત જ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા આજરોજ સવારે 9:00 કલાકે ડેમમાંથી મિયાણી, ભાવપરા અને વડાળા ગામના ખેડૂતો માટે પાણી છોડી દેવામાં આવેલ છે. ડેમમાંથી છોડાતા આ પાણીને લીધે ખેડૂતોના મુરજાતા પાકને જીવનદાન મળી જશે. ધારાસભ્યના આ ત્વરિત નિર્ણયથી સમગ્ર ખેડૂત મિત્રોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...